ઘણીવાર લોકોને બોલતા જોયા છે. “બાપુ પર્સનાલિટી તો પડવી જ જોઈએ. ઈજ્જતનો સવાલ છે” પણ આ પર્સનાલિટી એટલે શું? એને ડેવલપ કેવી રીતે કરાય?
આમ જોઈએ તો આ વિષય પર તમને બજારમાં ઘણા પુસ્તકો, સીડી વગેરે મળી જશે. પણ ખરેખર પર્સનાલિટી શું છે? એ જાણવા મળ્યું ખરું?
પર્સનાલિટી ડૅવલપ કરવા શું સારાં કપડાં પહેરવા, સારાં બૂટ, શૂટ-ટાઈ, મોંઘી ઘડિયાળ, સારી હેરસ્ટાઈલ, સરસ રીતે ઊભા રહેવું, ચાલવું, સારી ગાડી, મોટો બંગલો… શું આ જ છે પર્સનાલિટી પાડવાના સંસાધનો?
અરે ભાઈ, ના પર્સનાલિટી પાડવા માટે પૈસાની કે પૈસાનો દેખાડો કરવાની જરૂર નથી.
હવે તમે કહેશો, સડસડાટ અંગ્રેજી બોલવાથી પર્સનાલિટી પડે. એટલે મોંઘાદાટ પણ અંગ્રેજી બોલવાના ક્લાસ કરી લેવા, એટલે ફટાફટ અંગ્રેજી આવડી જાય. પણ ભાઈ, જે શબ્દોના અર્થ તમને ખબર નથી, સ્પેલીંગ આવડતા નથી, ક્યાં કયો શબ્દ વપરાય એની ખબર નથી તો મોંઘાદાટ ઈંગ્લીશ સ્પિકીંગના ક્લાસ કરીને શું ફાયદો? ઉલટું એ અધૂરું જ્ઞાન તમને જ ચાર જણા વચ્ચે હાંસીને પાત્ર બનાવશે.
પર્સનાલિટીની સાચી વ્યાખ્યા સમજવી હોય તો સ્વને ઓળખો, તમારી આવડત, કુશળતાને ધારદાર બનાવો. જ્યાં સુધી માણસ ઈશ્વર, જન્મ, નસીબ, સ્વયંશિસ્ત, દેશપ્રેમ, ધર્મ, જવાબદારી, પ્રેમ, મિત્ર, લગ્ન, ધનપ્રાપ્તિ જેવા શબ્દોનો અર્થ નહીં સમજે, ત્યાં સુધી એની પર્સનાલિટી ક્યાંથી પડવાની? નારદમુનિ, ગાંધીબાપુ જેવા કેટલાય નામ લઈ લો, છે ને એવું વ્યક્તિત્વ કે માત્ર રેખાચિત્રથી જ આપણે તેમને ઓળખી જઈએ. વ્યક્તિત્વ નિર્માણ માટે જરૂરી છે જીવનમાં ડગલે ને પગલે જે તે સમસ્યા, પરિસ્થિતિ, વસ્તુઓના અર્થને સમજવું. સારાં કપડાંથી તમે થોડા સમય માટે સારા લાગશો. પણ પછી? પણ જ્યારે તમે દુનિયાદારીનો ખરો અર્થ સમજી લેશો ત્યારે ખરાં અર્થમાં તમે અભિવ્યક્ત થશો.
એક વાત ચોક્કસ છે. નાનપણથી જ દુનિયાદારીની સમજ કેળવવી જોઈએ. તો જ બાળક હોય કે યુવાન, ભયમાં નહીં જીવે. એને દુનિયાની ઓળખ મળશે. એટલે આજથી જ દરેક વસ્તુ કે વિષયનો અભ્યાસ અને મનન કરવું પડશે. પર્સનાલિટી ડૅવલપ કરવાનો વિષય નથી. એ તો માણસની અંદર જ હોય છે. એને માત્ર એક પ્રેરણા થકી જગાડવાની જરૂર છે. માણસ જો અંદરથી સક્ષમ હશે, ઊર્જાવાન હશે, જ્ઞાની હશે તો દુનિયાના ગમે તેવા ઝંઝાવાત સામે અડગ રહી શકશે. લડી લેશે, પરિસ્થિતિ સામે. એનું વ્યક્તિત્વ સ્વતઃ જ નિરખી ઉઠશે.
બીજાને પ્રભાવિત કરવા વિકસિત કરીએ તેવી પર્સનાલિટી કરતાં પોતાની જાતને પ્રભાવિત કરવા કરીએ તે સાચા અર્થમાં પર્સનાલિટી ડેવલોપમેન્ટ છે. ધર્મ (જવાબદારી) નિભાવો એટલે આપમેળે વ્યક્તિત્વ નિરખી ઉઠશે (પર્સનાલિટી ડૅવલપ થઈ જશે)
સ્ટેટ્સની જાણીતી વ્યાખ્યા- આપણી માન્યતા અને હકીકત વચ્ચે કેટલો અંતર છે એ વિચારવા જેવું ખરું હોં!
What Is Status?…
“Spending Money, Which We Don’t Have, To Buy The Thing We Don’t Need, To Impress The People Who We Don’t Know.”
હાર્દિક કલ્પદેવ પંડ્યા
Nice One Hardikbhai
LikeLike
ખૂબ સાચી વાત કરી હાર્દિક. આપણી આંતરિક ઓળખ હોવી જોઈએ. બાહ્ય ચળકાટ ઉતરી જતાં વાર ન લાગે.
LikeLike
ખુબ સુંદર
LikeLiked by 1 person
Thanks 🙏
LikeLike