આપણાં આખા જીવન દરમિયાન એકાંત એ એક જ એવો સમય છે જ્યારે આપણે સ્વને ઓળખવા પ્રયત્ન કરી શકીએ છીએ. આત્મનિરીક્ષણ કરી શકીએ છીએ. જે પોતાની જાત સાથે વાત કરી જાણે છે તે પોતાના અંતરમાં છુપાયેલ પ્રતિભાને પારખી લે છે અને ઈતિહાસ રચી નાખે છે.
સમગ્ર જીવનકાળ દરમિયાન આપણે કેટકેટલા લોકોની વચ્ચે રહીએ છીએ. દુનિયાની કોઈ જગ્યા એવી નથી જ્યાં કોઈ આપણને મળે નહીં. એ ભીડમાંથી અલગ પડી એકાંત શોધવાની જરૂર છે. વાંચન અને કસરતની જેમ જીવનમાં એકાંતની પણ જરૂર હોય છે. દિવસના ૨૪ કલાકમાંથી માત્ર અડધો કલાક એકાંતમાં વિતાવવો જોઈએ. ઘરની અગાસી પર, ગામની ભાગોળે, તળાવને કિનારે… ક્યાંય પણ… જ્યાં કોઈ વાત કરવાવાળું ના હોય. બસ પછી પોતાની જાત સાથે વાતો કરવાની શરૂ. અંતરમાં વસેલા મનને સવાલો પૂછવાના… આપણાં મગજને સવાલો પૂછવાના… જીવનમાં આગળ શું કરવું છે? હાલ જે કંઈ કરું છું એ બરાબર છે? ભવિષ્યનું આયોજન કર્યું છે ખરું? આવા કેટકેટલા સવાલો છે જેનો જવાબ સમાજ, સગાવ્હાલા, મિત્રો નહીં આપી શકે. આ સવાલો તો આપણું અંતરમન જ ઉકેલશે.
સ્વ-વિકાસ માટે એકાંત જરૂરી છે. આ પળોમાં કોઈ એક જગ્યાએ બેસી પહેલા મનને શાંત કરવું. બાહ્ય નકારાત્મકતા કે જે આપણી અંદર ઘૂસી ગઈ છે તેને બહાર કાઢવી. પ્રકૃતિ થકી મળતી સકારાત્મક ઉર્જાને અંદર ઉતારવી. અને જે જોઈએ છે તેનું રટણ કરવું. સવાલના જવાબ જોઈએ છે તો એ સવાલ વારંવાર જાતને જ પુછવા. એકાંત એટલે દુનિયાથી એકલા થઈ અંતર સુધી પહોંચવું. અંતરમાં કોણ છે? ઈશ્વર છે. હવે કહો ઈશ્વર સિવાય કોઈ બીજો આપણાં સવાલોનો સાચો અને સચોટ જવાબ આપી શકે ખરો? અંતરમાં વસતા એ ઈશ્વરને બધા જ સવાલો પૂછીશું તો જે જવાબ મળશે એ આપણને એવા મજબૂત કરી નાંખશે કે વાત જ ના પુછો. આજની પેઢી માટે ટીવી, મોબાઈલ, ઇન્ટરનેટ, વ્હોટ્સએપ, ફેસબુક… જ એમની દુનિયા થઈ ગઈ છે. વળી પર્સનાલિટી ડેવલોપમેંટની વાતો તો ખરી જ… પણ પર્સનલને ઓળખવાનું, એની સાથે રહવાનું ક્યારે..? આજે કોઈને અંતરમાં ઘૂસીને પોતાને જોવાની ફુરસદ જ નથી. તો પછી વ્યક્તિત્વમાં નિખાર આવે જ કઈ રીતે? આત્મવિશ્વાસ કેળવવા માટે પણ એકાંતની જરૂર પડે છે. જાહેરમાં સેંકડો અને હજારો લોકો સામે જ્યારે બોલવાનું હોય ત્યારે’ય પહેલા એકાંતમાં પ્રેક્ટિસ તો કરવી જ પડે છે. અરીસા સામે ઊભા રહી પોતાની જાતને જોઈ એને જ આખું ભાષણ સંભળાવવું પડે છે. અને ત્યારે જ આત્મવિશ્વાસ જાગે. નહિતર શબ્દો ભુલાય, હોઠ ફફડે પણ અવાજ ના નીકળે, પગ ધ્રુજે ને પરસેવો છૂટે…. આ એકાંત જ છે જે આપણને આપણી જાતનું દર્શન કરાવે છે. આપણી અંદર શું ખૂટે છે એ બતાવે છે. સ્વનું અવલોકન કરતાં શીખવે છે. ચાલો આજથી જ વાંચન અને કસરત સાથે એકાંત માણવા અને સ્વને ઓળખવા માટે પણ સમય ફાળવીએ.
યાદ રાખો :
આપણા આ બે વિચારો તમારું વર્તન નક્કી કરે છે.:
જ્યારે આપણે સમુદ્ધ છીએ ત્યારે આપણે બીજા લોકો માટે કેવા વિચારો રાખીએ છીએ અને
જ્યારે આપણી પાસે કશું જ નથી ત્યારે પોતાની જાત વિશે શું વિચારીએ છીએ.
હાર્દિક કલ્પદેવ પંડ્યા
khub saras vichro bhai… aam j lakhata raho ne share karta raho
LikeLike
khub khub aabhar…
LikeLike
Very well written
LikeLiked by 1 person
Thanks 🙏
LikeLike