ગલી મહોલ્લામાં આપણી સાથે રમતો રમે, પતંગ ચગાવવાની હરિફાઈ કરે, સ્કૂલમાં નાનો મોટો ઝગડો ભલે થાય પણ કોઈ ત્રીજો હાથ પણ લગાડી જાય તો રક્ષણ માટે પહેલો આગળ આવે, પરીક્ષાના સમયે સાથે બેસીને વાંચે, દરેક મોજ મસ્તી અને ધમાલમાં જેનો સાથ મળે, પણ ક્યારેય આપણને ખોટા રસ્તે જવા ન દે.. એનું નામ સાચો દોસ્ત. અને એનામાં રહેલી આપણા માટેની લાગણી એટલે મૈત્રી…. મિત્રતા….
આ તો પાયો છે. અહીંથી આ સુંદર સંબંધની ઈમારતનું નિર્માણ શરૂ થાય છે. અને આ જ મૈત્રી બાળપણ, ભણતર અને ગણતર સુધી એટલે કે જીવનપર્યંત ચાલે છે. એકબીજાની રજેરજથી વાકેફ હોય, વર્ષોથી છૂટા પડ્યા હોય તોય મળે ત્યારે ઉમળકાભેર મળેને એ સાચો દોસ્ત. આ દુનિયામાં મૈત્રી એ જ સૌથી સુંદર ભાવ છે… એક વખત માટે બે વ્યક્તિ વચ્ચે પ્રેમ ન હોય ને તોય સંબંધ ટકાવી શકાય જો એ બે વચ્ચે મૈત્રી સાચી હોય.
મિત્રતા એ જીવનનો સૌથી મહત્વપૂર્ણ સંબંધ છે. આ દુનિયામાં બીજા એક પણ સંબંધો એવા નથી કે જે આપણે પસંદ કરી શકીએ છીએ. બસ એક જ સંબંધ એવો છે જે આપણે બાંધીએ છીએ. અને એ છે મિત્રતા. જો સારો અને સાચો મિત્ર મળી ગયોને તો સમજો જીવન સાર્થક થઈ ગયું. કારણ કે એ સાચો મિત્ર જ આપણને પ્રગતિના પંથે આગળ વધવામાં મદદરૂપ બનશે. એ સહારો નહિ બને બલ્કે વગર સહારે આગળ વધવા માટે આપણને સક્ષમ બનાવશે. એક મિત્ર એટલે એવો ઘેઘૂર વડલો કે જ્યાં તમે એની નીચે બેસી શકો, લટકી શકો, એના ફળ ખાઈ શકો, ધમાચકડી મચાવી શકો, શું ન કરી શકો.? ને છતાંયે જન્મથી મૃત્યુ સુધી જેનો સાથ મળે એ સાચો મિત્ર.
આપણે કોઈને ચાહીએ અને કોઈ આપણને ચાહે… ચાહવાવાળા તો બહુ મળશે. સાચી મૈત્રી ધરાવતો વ્યક્તિ મળવો એ નસીબની વાત છે. હું તો કહું છું કે જે વ્યક્તિ સાચી મૈત્રી નિભાવી શકે ને એ જ વ્યક્તિ સાચો પ્રેમ પણ કરી શકે. એટલે જો પહેલા નિભાવવી હોયને તો સાચી મૈત્રી નિભાવો. પ્રેમ તો આપોઆપ મળશે. ઘણીવાર આપણે હજી તો મૈત્રી બરાબર બંધાઈ ન હોય અને પ્રેમનો એકરાર કરવા નીકળી પડીએ છીએ. અરે યાર! પણ પહેલા મૈત્રી તો નિભાવો. મિત્રતાનો પાયો તો મજબૂત બનાવો… ખરેખર આ દોસ્તી, પ્રેમ, સંબંધો બધાને આપણે એક મજાક બનાવી દીધો છે. સંબંધો પણ સ્વાર્થના બંધાય છે. સ્વાર્થ પૂરો એટલે સંબંધ પણ.
દોસ્ત એ નથી જે રોજ ફોન કરે, મળવા આવે, બાવડે ધબ્બો મારી કેમ છે દોસ્ત કહે. દોસ્ત તો એ છે જે આપણા ખરાબ સમયે સાથે ઊભો રહે અને કહે ચિંતા ન કર દોસ્ત હું તારી સાથે જ છું. જોઈ લઈશું, ફોડી લઈશું બધું.
“કોલ ના કરે પણ યાદોને મનમાં સાચવી રાખે એ સાચો દોસ્ત..”
સાચી અને લાંબા સમય સુધી ટકી રહે એવી મિત્રતા જોઈએ તો પહેલી શરત સારા વ્યક્તિ બની કોઈનું સાચો મિત્ર બનવું પડે. જેમ કે કૃષ્ણ અને સુદામા... અમીરી-ગરીબી, સુખ-દુઃખ, કશું જ નહીં માત્ર મૈત્રી… શુદ્ધ મૈત્રી. જેને જીવનમાં આવા ૨-૪ સાચા અર્થમાં કહેવાય એવા મિત્રો મળ્યા છે એ દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ છે.
મારા મતે દુનિયાનો સૌથી શ્રેષ્ઠ સંબંધ એટલે મિત્રતા.
હાર્દિક કલ્પદેવ પંડ્યા
Well said HP..
LikeLiked by 1 person
Thanks Dear…
LikeLike
Pagle rulaega kya?
LikeLiked by 1 person
વાહ..મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે!!! સરસ હ્રદય સ્પર્ષી લેખ
LikeLiked by 1 person
મારા શબ્દોને બિરદાવવા બદલ ખુબ ખુબ આભાર…
LikeLike
ખૂબ સુંદર રીતે મૈત્રીને બિરદાવી છે હાર્દિક, વાહ…મિત્રો વિનાનું જીવન રણમાં ભાસતા મૃગજળ સમું હોય છે.
LikeLiked by 1 person
thanks for liking my article bhaila…
LikeLike
ખુબ ખુબ આભાર સરલા દી…
LikeLike
truely . frnd in need is frnd indeed. true frndship is also require in parents n child as well. so that they can share their views with each other frndly
LikeLike
Thanks A Lot Di…!
LikeLike
ખૂબ જ સુંદર વર્ણન
અભિનંદન
LikeLiked by 1 person
ધન્યવાદ…
LikeLike
Ekdum mast
LikeLiked by 1 person
Thank You Very Much
LikeLike