આપણાં આખા જીવનમાં થતી બધી જ ક્રિયાઓમાંની સૌથી ઉત્તમ અને મહત્વપૂર્ણ ક્રિયા એટલે વાંચન.. વાંચનને આપણાં મગજ અને આત્માનો ખોરાક પણ કહી શકાય. વાંચન ખુબ જ જરૂરી છે. આપણાં વ્યક્તિત્વને નિખારી જ્યારે આપણે લોકોથી અલગ તરી આવવું હોય તો વાંચન આવસ્યક છે.
દોસ્તો, આપણાં વિદ્યાર્થીકાળમાં આપણી પાસે એક ચોક્કસ પ્રમાણમાં અભ્યાસક્રમ હોય છે. ને પાછી વિદ્યાલયો દ્વારા લેવાતી વારંવાર કસોટીઓ… આપણાં ભણતરમાં રહેલ કચાસને સુધારવાની તક મળતી રહે છે. પણ આપણાં જીવનકાળના અભ્યાસક્રમની તો કોઈ સીમા જ નથી હોતી, ત્યારે શું કરવું? કેવી રીતે જીતવું? કેવી રીતે સફળ થવું? દોસ્તો આનો એક માત્ર જવાબ છે અવિરત વાંચન… દિવસે દિવસે બદલાતી ફાસ્ટ ટ્રેક દુનિયામાં હમેશાં અપડેટ રહેવું જરૂરી છે અને એ અપડેશન માટે જરૂરી છે વાંચન…
વાંચનમાં એક અદ્ભુત શક્તિ છે, આપણાં જીવનમાં પુસ્તકોનું વાંચન જે મદદ કરી શકે છે એ બીજું કોઈ કરી શકતું નથી. એક પુસ્તક લખવાથી માંડીને તેના પ્રકાશન અને વિમોચન સુધીની પ્રક્રિયા કંઈ નાની વાત નથી. લેખક તેના વિચારો, સિદ્ધાંતો, જે-તે વિષયનું પોતાનું જ્ઞાન વગેરેનું સુયોગ્ય સમન્વય કરે છે ત્યારે એ પુસ્તક બને છે. અને એ પુસ્તકનું વાંચન આપણાંમાં રહેલ નકારાત્મક વિચારો, હતાશાને દૂર કરી દે છે. આપણાં વ્યક્તિત્વ પર એક સકારાત્મક પ્રભાવ છોડી જાય છે. આ ફાસ્ટ ટ્રેક જીવનમાં વાંચવાનો સમય જ ક્યાં છે? એવું બહાનું નહીં ચાલે… આપણાં મોજ શોખ માટે સમય કાઢીએ જ છીએ ને? તો હવે પછી નિયમ કરીએ કે મહિને એક પુસ્તક તો વસાવવું જ અને વાંચવું જ… દિવસના ૨૪ કલકમાંથી માત્ર અડધો કલાક જ, પણ… વાંચન કરવું.
“જેટલું સારું વાંચન હશે એટલું જ સરસ રીતે આપણું કામ થશે અને પરિણામની લેશ માત્રની પણ ચિંતા નહીં રહે…”
મહાન વ્યક્તિઓના જીવન ચરિત્ર, ધાર્મિક પુસ્તકો જેવા ઉત્તમ પુસ્તકો વાંચો અને વાંચવા પ્રેરિત કરો કારણ કે પુસ્તક વાંચન જીવન જીવવાની જડીબુટી સમાન છે. આપણે પેલી કહેવત તો જાણીએ જ છીએ, “એક સારું પુસ્તક વ્યક્તિના સાચા મિત્ર જેવું હોય છે.” એમ જ એક પુસ્તક જેવી ઉત્તમ બીજી કોઈ ભેટ નથી. પુસ્તકની ભેટ એટલે જ્ઞાનની ભેટ… અને જ્ઞાનની ભેટ તો સર્વશ્રેષ્ઠ જ કહેવાયને!!! બસ તો પછી આજે જ નવું પુસ્તક વસાવો અને વાંચનની શુભ શરૂઆત કરો. વાંચો અને વાંચવા પ્રેરિત કરો.
કોઇકે કહ્યું છે કે, “સારા પુસ્તકો વસાવતા રહો, ભલે પછી એમ લાગતું હોય કે એ વંચાશે કે નહીં???”
ચાલો, આ વાંચનમાં રહેલી એ અદ્ભુત, અનોખી અને દિવ્ય શક્તિ થકી આપણે આ દુનિયાદારીની ભીડમાં અલગ તરી આવીએ.. અને વાંચનનું મહત્વ સમજાવી સમાજમાં પણ જાગૃતિ લાવીએ. વાંચનનો પ્રચાર-પ્રસાર કરીએ. આપણી અને સૌની પ્રગતિને વેગવંતુ કરીએ.
“આજથી વહેલી કોઈ શરૂઆત નહીં
અને કાલથી મોડી કોઈ વાત નહીં.”
હાર્દિક કલ્પદેવ પંડ્યા
Good…
LikeLiked by 1 person
Thanks
LikeLike